થાણે જિલ્લામાં કોરોનાના 759 નવા કેસ

અમારા પ્રતિનિધિ તરફથી 
થાણે, તા. 29 : થાણે જિલ્લામાં કોરોનાના 759 નવા કેસ મળતા જિલ્લામાં કોરોનાગ્રસ્તોની સંખ્યા 2,27,860ની થઈ ગઈ છે. 10 કોરોનાગ્રસ્તોના મૃત્યુ થતા મરણાંક 5669નો થઈ ગયો છે. 
જિલ્લામાં કલ્યાણ નગરમાં 53,760 કેસ, થાણે શહેરમાં 51,040, નવી મુંબઈમાં 47,990 અને મીરા-ભાયંદરમાં 24,085 કેસ મળ્યા હતા. જિલ્લામાં થાણે શહેરમાં સૌથી વધુ કોરોનાગ્રસ્તોના મૃત્યુ થયા છે. થાણેમાં 1228, એ પછી કલ્યાણમાં 1057, નવી મુંબઈમાં 979 અને મીરા-ભાયંદરમા 756 દરદીના મૃત્યુ થયા છે. 
અત્યારે જિલ્લામાં 7830 દરદીઓ સારવાર લઈ રહ્યા છે. જ્યારે અત્યાર સુધી 2,14,361 દરદી સાજા થઈને ઘરે ગયા છે. જિલ્લામાં કોરોનાનો રિક્વરી રેટ 94.08 ટકા છે જ્યારે મૃત્યુ દર 2.49 ટકા છે. એક્ટિવ કેસોનો દર 3.44 ટકા છે. 
પાડોશના પાલઘર જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના 42,669 કેસ મળ્યા છે અને 1156 દરદીના મૃત્યુ થયા છે.

Published on: Mon, 30 Nov 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer