અૉક્સફર્ડની કોરોના રસીનાં પરીક્ષણ માટે વધુ ડેટા જરૂરી : ડબલ્યુએચઓ
જીનિવા, તા. 29 : અમેરિકાના તજજ્ઞોએ રસી પર ચિંતા જાહેર કર્યા બાદ ઓક્સફર્ડ યુનિવર્સિટીની સાથોસાથ વિશ્વ આરોગ્ય સંસ્થા (હુ)ના વૈજ્ઞાનિકોએ પણ માન્યું હતું કે, આ રસીની સુરક્ષા અને અસરનાં મૂલ્યાંકન કરવા માટે હજુ વધુ ડેટાની જરૂર છે.
ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર સર જોનબેલે જણાવ્યું હતું કે, પ્રેસ યાદી મારફતે વૈજ્ઞાનિક તારણોના એલાનમાં સમસ્યા રહે છે કે, પૂરા ડેટા નથી હોતા.
`હુ'માં ઈમ્યુનાઈઝેશન, રસી અને બાયોલોજી ડાયરેક્ટર કેટ ઓ બ્રાયને પણ બેલની વાત સાથે સહમતી બતાવી હતી.
`હુ'નાં મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામીનાથને જણાવ્યું હતું કે, એસ્ટ્રાજેનેકાના પરીક્ષણના આંકડા કોઈ પરિણામ પર પહોંચવા માટે ઘણા ઓછા છે.Published on: Mon, 30 Nov 2020