ભારતના નેતૃત્વમાં આજે એસસીઓ શિખરસંમેલન

પાકિસ્તાન સામેલ નહીં થાય
નવી દિલ્હી, તા. 29 : ભારત સોમવારે શંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ના સભ્ય દેશોના પ્રમુખોના શિખર સંમેલનની યજમાનગતિ કરશે. વર્ચ્યૂઅલ માધ્યમથી આયોજીત થનારા સંમેલનમાં એસસીઓ (રશિયા, ચીન, કજાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન)ના છ સભ્ય દેશોના વડાપ્રધાન ભાગ લેશે. જ્યારે પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન સામેલ થશે નહી. 
એસસીઓમાં 8 સભ્ય દેશ અને 4 પર્યવેક્ષક દેશ છે. આ બેઠકમાં પાકિસ્તાનનું પ્રતિનિત્વ  તેના વિદેશ મામલાના સંસદીય સચિવ કરશે. ભારત 2017મા આ સમૂહનું પુર્ણ સભ્ય બન્યું હતું અને ત્યારબાદથી શિખર સંમેલન યોજી રહ્યું છે.
આ અગાઉ ભારતને એક પર્યવેક્ષકનો દરજ્જો હતો. ભારતના વિદેશ મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડૂ એસસીઓના સભ્ય દેશોના શાસનાધ્યક્ષોની પરિષદની 19મી બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં સંગઠનના વેપાર અને આર્થિક એજન્ડા ઉપર ભાર આપવામાં આવે છે. ભારત આ સહયોગને વ્યાપક બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

Published on: Mon, 30 Nov 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer