મુંબઈમાં કોરોનાના 940 નવા કેસ

મુંબઈમાં કોરોનાના 940 નવા કેસ
મુંબઈ, તા. 29 : મહારાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 5544 નવા કેસ મળતા રાજ્યમાં કોરોનાગ્રસ્તોની કુલ સંખ્યા 18,20,059 થઈ ગઈ છે. રાજ્યમાં આ ગાળા દરમિયાન 85 દરદીના મૃત્યુ થતાં રાજ્યમાં કોરોનાના દરદીઓનો મરણાંક 47,071નો થઈ ગયો છે. 
છેલ્લા 24 કલાકમાં 4262 દરદી સાજા થઈને ઘરે ગયા હતા. આમ અત્યાર સુધી રાજ્યમાં 16,80,926 દરી સાજા થયાં છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1,08,04,422 કોરોનાની ટેસ્ટ કરવામાં આવી છે. રવિવારે 82,224 ટેસ્ટ કરાઈ હતી. રાજ્યનો રિક્વરી રેટ 92.36 ટકા છે જ્યારે મૃત્યુનો દર 2.59 ટકા છે. 
મુંબઈ શહેરમાંથી રવિવારે કોરોનાના 940 નવા કેસ મળ્યા હતા અને 18 કોરોનાગ્રસ્તોના મૃત્યુ થયા હતા. આમ મુંબઈમાં અત્યાર સુધી મળેલા કોરોનાગ્રસ્તોની સંખ્યા 2,82,821ની થઈ ગઈ છે. આજ સુધી 10,865 દરદીના મોત થયા છે. 
મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર) વિસ્તારમાં રવિવારે 1875 કોરોનાના નવા કેસ નોંધાતા કોરોનાગ્રસ્તોની કુલ સંખ્યા 6,31,397ની થઈ ગઈ છે. એમએમઆરમાં મંબઈ શહેર અને આસપાસના વિસ્તારોનો સમાવેશ છે. આ વિસ્તારમાં રવિવારે 26 દરદીના મૃત્યુ થતા મરણાંક 18,496 પર પહોંચી ગયો છે. 
નાશિક શહેરમાં રવિવારે 252, પુણે શહેરમાં 362. પિંપરી-ચિંચવડમાં 182, ઔરંગાબાદ શહેરમાં 119 અને નાગપુર શહેરમાંથી 363 નવા કેસ મળ્યા હતા.

Published on: Mon, 30 Nov 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer