હિન્દી ફિલ્મોના પ્રખ્યાત અભિનેત્રી નૂતનની પૌત્રી અને અભિનેતા મોહનીશ બહલની પુત્રી પ્રનૂતને સલમાન ખાન ફિલ્મ પ્રોડકશનની ફિલ્મ નોટબુક દ્વારા અભિનય ક્ષેત્રે પ્રવેશી હતી. જોકે, આ ફિલ્મ ખાસ ચાલી નહોતી. પરંતુ તેમાં પ્રનૂતનના અભિનયની પ્રશંસા થઈ હતી. હવે પ્રનૂતનની બીજી ફિલ્મ હૅમલેટની રાહ જોઈ રહી છે. આ ફિલ્મ સોશિયલ કોમેડી છે.
પ્રનૂતને જણાવ્યું હતું કે, મારો સંપૂર્ણ પરિવાર બૉલીવૂડ સાથે સંકલાયેલો છે તે સાચું પણ તેના લીધે હું પ્રેશર અનુભવતી નથી. મારા મતે તો આ સારી વાત છે અને મને તે પરંપરા જાળળવાની તક મળી છે. મારું ધ્યાન ઉત્તમ અભિનય કરવા પર છે. હૅલમેટમાં મારું પાત્ર દેશી છે જે સાડી અને સલવાર કુરતા પહેરે છે. આમાં મને ડાન્સ, રોમાન્સ અને કોમેડી કરવાની તક મળી છે જે નોટબુકમાં મળી નહોતી. હું દેશીફટાકા છું અને જે દિલફેક મહેબુબા છે અને બોયફ્રેન્ડ પાસે પોતાની તમામ માગણી પૂરી કરાવે છે. વાસ્તવિક જીવનમાં હું મારા પાત્ર જેવી જ સ્પષ્ટવકતા છું. પરંતુ તેની જેમ કોઈના પ્રેમમાં નથી. હું સિંગલ છું. આમ છતાં હું માનું છું કે પ્રેમ સુંદર લાગણી છે અને તે જીવનમાં શાંતિ લાવે છે.
કેટલાક હૅમલેટને સેકસ કોમેડી ગણાવે છે. પરંતુ આનો ઈન્કાર કરતાં પ્રનૂતને જણાવ્યું હતું કે, ના, આ ફિલ્મ સેકસ કોમેડી નથી. હાં, આપણે ત્યાં જે અંગત વિષયની જાહેરમાં ચર્ચા થતી નથી તેનો તેમાં ઉલ્લેખ છે.
Published on: Wed, 13 Jan 2021
પ્રનૂતન બહલ સોશિયલ કોમેડી હૅમલેટમાં
