સૈફ અલી ખાને પટૌડી પેલેસમાં કર્યું તાંડવનું શૂટિંગ

સૈફ અલી ખાને પટૌડી પેલેસમાં કર્યું તાંડવનું શૂટિંગ
બૉલીવુડ અભિનેતા સૈફ અલી ખાન અભિનિત વેબ સિરીઝ તાંડવ પોલિટિકલ ડ્રામા છે. આ સિરીઝના કેટલાક હિસ્સાનું શૂટિંગ સૈફના પટૌડી પેલેસમાં કરવામાં આવ્યું છે. આ શૂટિંગના અનુભવ બદ્લ સૈફે જણાવ્યુંહ તું કે, પટૌડી પેલેસમાં તાંડવના કેટલાક દૃશ્યો શૂટ કરવામાં આવ્યા હતા. હું પટૌડી પેલેસમાં મહત્ત્મ સમય પસાર કરવા ઇચ્છતો હોંઉં છું. તે મારું ઘર હોવાથી મને શૂટિંગ કરવાનો આરામદાયક અનુભવ થયો હતો. હું જે પ્રોજેકટમાં કામ કરતો હોઉ તેના શૂટિંગ માટે પેલેસ આપવામાં મને કોઈ વાંધો નથી. આમ પણ વર,ના 340 દિવસ આ પેલેસનો કોઈ ઉપયોગ થતો નથી. હું પેલેસને વ્યવસાયિક માલમત્તા તરીકે જોઉં છું અને તેને ભાડે આપવાનો પણ મને આનંદ છે. આમ છતાં ટીમે પેલેસમાં પ્રવેશ કર્યા બાદ થોડું નર્વસ થવાય છે. પેલેસમાં રહેવા સાથે શૂટિંગ કરવું સરળ રહ્યું હતું. ડિમ્પલ કાપડિયા પણ અમારી સાથે પેલેસમાં રહ્યા હતા. શોનો બાકીનો હિસ્સો દિલ્હીની ઈમ્પિરિયલ હૉટલમાં શૂટ કરાયો હતો. મારા જીવનનું આ સૌથી આરામદાયક શૂટિંગ હતું. તાંડવમાં રાજકારણી સમરની ભૂમિકા સૈફ ભજવે છે. સમર જાહેર સ્થળો પર સંસ્કૃત મિશ્રિત શુદ્ધ હિન્દીમાં ભાષણ આપતો હોય છે .આથી સૈફે સંસ્કૃત બોલવાની પ્રેક્ટિસ કરવી પડી હતી. શૂટિંગ દરમિયાન લગભગ દરરોજ  ભાષણ કરવાનું હોવાથી સંસ્કૃતના કેટલાક મુશ્કેલ વાકયો બોલતાં શીખ્યો હતો. 
હિમાંશુ કિશન મહેરા અને અલી અબ્બાસ ઝફર નિર્મિત તાંડવ શો નવ એપિસોડનો રાજકીય ડ્રામા છે. આમાં સૈફ અને ડિમ્પલ કાપડિયા સાથે તિગ્માંશુ ધુલિયા, ડિનો મોરિયા, કુમુદ મિશ્રા, ગૌહર ખઆન, અમાયરા દસ્તુર, મોહમ્મદ જીશાન અયુબ, કૃતિકા કામરા, સારા જેન ડાયસ, સંધ્યા મૃદુલ, અનુપ સોની, હિતેન તેજવાની, પરેશ આહુજા, સોનાલી નાગરાની જેવા કલાકારો જોવા મળશે. આ શો 15 જાન્યુઆરીએ એમેઝોન પ્રાઈમ પર રજૂ થશે. 

Published on: Wed, 13 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer