કૃષિ કાયદામાં સુધારાના પ્રયત્ન કરીશું : સમિતિના સભ્ય

મુંબઈ, તા. 12 : આંદોલનકારી ખેડૂતો સાથે વાતચીત કરવા માટે સુપ્રીમ કોર્ટે  નીમેલી કમિટીના સભ્ય તથા શેતકરી સંગઠનના વડા અનિલ ઘનવટે જણાવ્યું હતું કે નવા કૃષિ કાયદા તેમના સંગઠનની વર્ષોની માગણીને આંશિક રીતે પૂરી કરનારા છે. આ કાયદામાં થોડો સુધારો કરીને તેને લાગુ કરવાનું ખેડૂતોના હિતમાં હશે એવું તેમણે જણાવ્યું હતું. 
તેમણે કૉન્ટ્રેક્ટ ખેતી માટે પરવાનગી માગવાની પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે પોતે ખેડૂતોના હિતનું રક્ષણ કરવાનો અને તેમાં સુધારો કરવાનો  પ્રયત્ન કરશે.

Published on: Wed, 13 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer