શરાબી હવાલદારે હોટેલમાં હંગામો મચાવ્યો; વીડિયો વાયરલ

મુંબઈ, તા.12 : મુંબઇના ડોંગરી વિસ્તારમાં શરાબના નશામાં ધૂત એક હવાલદારનો હંગામો મોબાઇલ કૅમેરામાં કેદ થયો છે. આ ઘટના એક રેસ્ટોરાંની અંદરની છે. આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસે તપાસના આદેશ આપ્યા છે. 
સોમવારે થયેલી ઘટનાનો આ વીડિયો મંગળવારે સવારે વાયરલ થયો છે. જેમાં આરોપી અંકુશ ધુલે હોટેલમાં હંગામો કરતો અને હોટેલના સ્ટાફને ગાળો ભાંડતો જોવા મળી રહ્યો છે. આ ઘટના ડોંગરી વિસ્તારમાં આવેલી મનોહર હોટેલની છે જેમાં ધુલે હોટેલના કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો હોટેલના એક કર્મચારીએ તૈયાર કર્યો છે. 
અંકુશ ધુલે ડોંગરી પોલીસ સ્ટેશનમાં ફરજ પર છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ હાલ તેને ફરજ પર આવતો અટકાવી દેવાયો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હવાલદાર પર કાર્યવાહીની માગ ઊઠી છે.

Published on: Wed, 13 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer