શ્વાન સાથે ચેડાંના કેસમાં છ મહિનાની જેલ

થાણે, તા. 12 :  શહેરના એક રખડતાં શ્વાન સાથે ગંદી હરકત કરનાર 40 વર્ષીય આરોપીને અદાલતે છ મહિનાની જેલ ફટકારી છે. થાણેની ફર્સ્ટ કલાસ મેજિસ્ટ્રેટ વી. પી. ખંદારેની અદાલતે સોમવારે વિજય ચલ્કેને કલમ 377 હેઠળ છ મહિનાની જેલની સજાનો આદેશ આપ્યો છે. તેમ જ આરોપીને પ્રાણી સાથે ક્રૂરતા કરવા બદલ 1050 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.  વર્ષ 2020ના જુલાઇ મહિનામાં રખડતાં શ્વાન સાથે વિજયે ગંદી હરકત કરી હતી.

Published on: Wed, 13 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer