ચરસ રાખવાના કેસમાં દસ વર્ષની સખત કેદ

થાણે, તા. 12 :  શહેરની વિશેષ અદાલતે મંગળવારે 2.8 કિલોગ્રામ ચરસ રાખવાના કેસમાં 44 વર્ષીય આરોપીને દસ વર્ષની સખત કેદ ફટકારી છે.  સ્પેશિયલ નાર્કોટિક્સ ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટેન્સ(એનડીપીએસ) ઍકટ કોર્ટે વાઘલે એસ્ટેટમાં રહેતો અશોક સુધીરામ જૈસ્વારને દસ વર્ષની સખત કેદ સાથે એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. વર્ષ 2015ના એપ્રિલ મહિનામાં આરોપીને થાણે પોલીસે થાણે રેલવે સ્ટેશન નજીકથી 2.80 લાખ રૂપિયાના 2.8 કિલોગ્રામ ચરસ સાથે તાબામાં લીધો હતો અને તેની સામે એનડીપીએસ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

Published on: Wed, 13 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer