લગ્ન સ્થળોથી મોંઘાદાટ સામાન તફડાવનારની ધરપકડ

મુંબઈ, તા.12 : શહેરમાં લગ્નસ્થળ અને અન્ય કાર્યક્રમોમાંથી મોંઘાદાટ સામાન ચોરી કરનાર 47 વર્ષીય વ્યકિતની ધરપકડ મુંબઇ પોલીસે કરી છે. 
ચેમ્બુર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ ઇન્સ્પેકટર શાલિની શર્માએ જણાવ્યું હતું કે આરોપી શફીક અબ્દુલ કુદુસ શેખ ઉર્ફ મુન્નાની ધરપકડ સોમવારે શિવાજી નગરથી થઇ છે. આરોપી મુન્ના લગ્ન અને શોક સભામાં વ્યવસ્થિત તૈયાર થઇને હાજરી આપતો અને તક મળતાં જ મોંઘી ચીજ વસ્તુ તેમ જ સોનાનાં ઘરેણાં તફડાવી લેતો હતો. તે લગ્ન અને શોક સભાની માહિતીઓ સમાચાર પત્રોમાંથી ભેગી કરતો હતો. કોવિડ 19 લોકડાઉનમાં તે ગુમ થયો હતો, પરંતુ અમે તેની શોધ ચાલુ જ રાખી હતી. સોમવારે તેને શિવાજી નગરથી તાબામાં લેવાયો છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

Published on: Wed, 13 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer