લોકલ ટ્રેનમાં ઉત્પાતીઓની ટીખળ : રેલવે પોલીસ હરકતમાં

મુંબઈ, તા.12 : લોકલ ટ્રેનોને મુંબઇ શહેરની લાઇફલાઇન માનવામાં આવે છે. પરંતુ હવે આ લોકલ ટ્રેન સેવા ઉત્પાતીઓ માટે ટીખળ અને મનોરંજનનું સાધન બની રહી છે. થાણેથી પનવેલ જતી સ્લો લોકલની સીટો પર કેટલાક ઉત્પાતીઓએ યુવતી મળશે લખીને જીઆરપી અને આરપીએફની ઊંઘ હરામ કરી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 
પનવેલથી થાણે આવતી છેલ્લી લોકલના ફર્સ્ટ કલાસ ડબામાંની સીટ પર આ લાઇનો લખાઇ છે. આ ટ્રેન પનવેલથી 12.19 વાગ્યે ઉપડીને થાણે મધરાતે 1.12 વાગ્યે પહોંચે છે. ફર્સ્ટ કલાસમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓ ત્રણથી ચાર ગણા રૂપિયા ચૂકવી પ્રવાસ કરતા હોય છે. તેમ છતાં ડબામાં તેમને ખાસ સુવિધાઓ મળતી નથી. એવામાં આ લખાણથી પ્રવાસીઓ પરેશાન થયા છે. રેલવે પ્રશાસને દોષીઓ સામે કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે. રેલવે સંપત્તિને આ રીતે નુકસાન કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. તેમ જ આરોપીઓને જેલ પણ થઇ શકે. 

Published on: Wed, 13 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer