મુંબઈમાં 473 સહિત રાજ્યમાં કોરોનાના નવા 2936 કેસ મળ્યા

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 12 : મંગળવારે મહારાષ્ટ્રમાંથી કોરોનાના 2936 નવા કેસ મળી આવતા રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા 19,74,488ની થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 50 કોરોનાગ્રસ્તોના મૃત્યુ થતાં રાજ્યનો મરણાંક 50,151નો થઈ ગયો છે. 
મંગળવારે મહારાષ્ટ્રમાં 2382 પેશન્ટોને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધી 18,71,120 કોરોનાગ્રસ્તો સાજા થઈને ઘરે ગયા છે. અત્યારે રાજ્યમાં 54,892 કોરોનાગ્રસ્તો સારવાર લઈ રહ્યા છે. 
રાજ્યમાં મંગળવારે 57,505 ટેસ્ટ કરવામાં આવી હતી. આમ અત્યાર સુધી રાજ્યમાં કુલ 1,35,00,734 ટેસ્ટ કરવામાં આવી છે. 
મુંબઈ શહેરમાંથી મંગળવારે કોરોનાના 473 નવા કેસ મળ્યા હતા. એ સાથે શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા 2,99,799ની થઈ ગઈ છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં સાત પેશન્ટોના મૃત્યુ થતાં શહેરનો મરણાંક 11,200નો થઈ ગયો છે. 
નાશિક ડિવિઝનમાં મંગળવારે કોરોનાગ્સ્તોની કુલ સંખ્યા 2,69,746ની થઈ ગઈ છે. જ્યારે મરણાંક 5000નો છે. પુણે ડિવિઝનમાં કોરોનાગ્રસ્તોની કુલ સંખ્યા 4,89,292ની થઈ ગઈ છે જ્યારે મરણાંક 11,406નો છે. 

Published on: Wed, 13 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer