ડ્રગ્સ કેસમાં મુચ્છડ પાનવાળાના માલિકની ધરપકડ

ડ્રગ્સ કેસમાં મુચ્છડ પાનવાળાના માલિકની ધરપકડ
મુંબઈ, તા. 12 : બૉલિવૂડમાં ડ્રગ કનેકશન મામલે તપાસ કરી રહેલી નાર્કોટિકસ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ મંગળવારે મુંબઇના મુચ્છડ પાનવાલા એટલે કે જયશંકર તિવારીની ધરપકડ કરી છે. તિવારીની લગભગ 17 કલાક પૂછપરછ ચાલી હતી. સોમવારે તિવારીને એનસીબીએ સમન્સ મોકલ્યા હતા અને મંગળવારે તેને તાબામાં લેવાયો હતો. 
રામશંકર તિવારી સોમવારે સવારે દસ વાગ્યે એનસીબીની અૉફિસે પહોંચ્યો હતો. 17 કલાક તેની પૂછપરછ બાદ એજન્સીએ તેની ધરપકડ કરી છે. શનિવારે પકડાયેલા બ્રિટિશ નાગરિક કરણ સજનાનીની પૂછપરછમાં પાનવાળા તિવારીનું નામ સામે આવ્યું હતું. સજનાની પણ પાનવાળાનો ગ્રાહકમાંનો એક હતો. 
પાનવાળાનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા એક ડ્રગ કનેકશનમાં પણ સામે આવ્યું હતું. આ અગાઉ દરોડા દરમિયાન મુચ્છડ પાનવાળાની મલબાર હિલસ્થિત કૅમ્પ્સ કૉર્નર નજીકની દુકાનમાંથી ભારેમાત્રામાં ડ્રગ્સ જપ્ત કરાયું હતું.

Published on: Wed, 13 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer