મુંબઈ, તા. 12 : મહારાષ્ટ્રમાં પડોસી રાજ્ય જેટલો બર્ડ ફ્લૂનો પ્રભાવ ન હોવા છતાં મુંબઈના માસાંહારીઓ શાકાહારી ભોજનને પ્રાધાન્ય આપવા લાગ્યા છે. નોનવેજના શોખીનો પણ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વેજ તરફ વળ્યા છે.
બર્ડ ફ્લૂના ડરને કારણે છેલ્લા એક અઠવાડિયાથી ગ્રાહકોની સંખ્યામાં 30-35 ટકા જેટલો ઘટાડો થયો હોવાનું ખાટિક ઍસોસિયેશનના પદાધિકારીએ જણાવ્યું હતું. એ સાથે ઉમેર્યું હતું કે અગાઉ 160 રૂપિયે કિલો વેચાતા ચિકનનો ભાવ અડધો થઈ ગયો છે. જો બર્ડ ફ્લૂ વહેલી તકે નિયંત્રણમાં નહીં આવે તો ખાટકીઓની મુસીબતોમાં ઓર વધારો થશે.
ઘણા વેજિટેરિયનો ઇંડા ખાતા હોય છે. પરંતુ બર્ડ ફ્લૂના ડરને કારણે નોન-વેજ ખાનારાઓએ પણ ઇંડાનો વપરાશ ઓછ ાઁકરતા નંગ દીઠ બે-ત્રણ રૂપિયા ભાવ ઘટી ગયો છે. આને બદલે લોકો શિયાળામાં મળતા શાકભાજી, ફળો પર વધુ ભાર આપી રહ્યા છે.
જોકે, હૉટેલ અને રેસ્ટોરાં ઍસોસિયેશનના અધ્યક્ષ શિવાનંદ શેટ્ટીનું કહેવું છે કે બર્ડ ફ્લૂની હજુ ખાસ અસર જોવા મળી નથી. આમ છતાં અમુક અંશે લોકોએ નોન-વેજ આઇટમોનું વેચાણ ઘટયું છે. જે રોગચાળો વધુ ફેલાય તો એની અવળી અસર ધંધા પર પડી શકે છે.
Published on: Wed, 13 Jan 2021
બર્ડ ફલૂને કારણે શાકાહારી ભોજનને પ્રાધાન્ય
