મહારાષ્ટ્રને 9.63 લાખ કોવિશિલ્ડના ડૉઝ મળ્યા ; 511 રસીકરણ કેન્દ્ર તૈયાર

મહારાષ્ટ્રને 9.63 લાખ કોવિશિલ્ડના ડૉઝ મળ્યા ; 511 રસીકરણ કેન્દ્ર તૈયાર
મુંબઈ, તા.12 : રાજ્યમાં કોરોના રસીકરણની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આજે મંગળવારે સીરમ ઇન્સ્ટિટયૂટે રાજ્ય માટે નવ લાખ 63 હજાર ડોઝ મોકલ્યા છે. કેન્દ્ર સરકારની સૂચના અનુસાર આ રસીના ડોઝને જિલ્લાઓમાં વ્હેંચણી કરવામાં આવશે. 36 જિલ્લાઓમાં 511 ઠેકાણે કેન્દ્ર ઉભા કરી ડોઝ આપવાની પ્રક્રિયા શરૂ કરાશે. આ ઠેકાણે વીજ, ઇન્ટરનેટ, વેબકાસ્ટ જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યારસુધી કોવીન પોર્ટલ પર સાત લાખ 84 હજારથી વધુ આરોગ્ય કર્મચારીઓએ નોંધણી કરાવી છે અને મંગળવારે રાતે 12 વાગ્યા સુધી આરોગ્ય કર્મચારીઓએ નામ નોંધાવવાના રહેશે એવી સૂચના સરકાર દ્વારા અપાવામાં આવી હતી.પહેલા તબક્કે 7.84 લાખ આરોગ્ય કર્મચારીઓને આ રસી આપવામાં આવશે. એક કેન્દ્ર પર 100 જણને રસી આપવામાં આવે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.
રસીને સુરક્ષિત રાખવા માટે રાજ્યમાં 3 હજાર 135 કોલ્ડ સ્ટોરેજ  હોવાની માહિતી આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે તથા વિભાગના પ્રધાન સચિવ ડો.પ્રદીપ વ્યાસે આપી હતી.

Published on: Wed, 13 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer