બાઈડનના શપથ વખતે ટ્રમ્પ ફરીથી હિંસા કરાવશે ?

બાઈડનના શપથ વખતે ટ્રમ્પ ફરીથી હિંસા કરાવશે ?
અમેરિકાનાં તમામ રાજ્યોમાં એલર્ટ
વોશિંગ્ટન, તા. 12 : અમેરિકી સંસદમાં થયેલા રમખાણને પગલે ચોમેરથી તડાપીટમાં ઘેરાઈ ગયેલા ડોનાલ્ડ ટ્રમ્પ ભલે અત્યારે મૌન જણાતા હોય પણ નવનિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાઈડનનાં શપથગ્રહણ સમારોહ પહેલા તેઓ કોઈ નવું તોફાન સર્જે તેવી આશંકા નકારવામાં આવતી નથી. આને ધ્યાને રાખીને જ વોશિંગ્ટન ડીસી સહિતનાં અમેરિકાનાં અનેક પ્રમુખ શહેરોની સુરક્ષા સઘન બનાવી દેવામાં આવી છે. 
જો બાઈડન 20મીએ રાષ્ટ્રપતિ પદનાં શપથ ધારણ કરવાનાં છે. એફબીઆઈનાં કહેવા અનુસાર ટ્રમ્પ સમર્થકો શપથ સમારોહ દરમિયાન પણ તોફાન મચાવી શકે છે. જેને પગલે રાજધાની સહિત તમામ રાજ્યોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ટ્રમ્પનાં વલણ અને એફબીઆઈને મળેલી બાતમીઓને ધ્યાને રાખીને જ વોશિંગ્ટનમાં સેનાનાં નેશનલ ગાર્ડ અને સ્પેશિયલ સિક્યોરિટી એજન્સીની ટીમોને તૈનાત રાખી દેવામાં આવી છે. 

Published on: Wed, 13 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer