ચીન અને પાકિસ્તાનના પડકારો સામે સેના સજ્જ : નરવણે

ચીન અને પાકિસ્તાનના પડકારો સામે સેના સજ્જ : નરવણે
સરહદની મુલાકાતે સેનાધ્યક્ષ
નવી દિલ્હી, તા.12 : સૈન્ય પ્રમુખ મનોજ મુકુંદ નરવણેએ ચીન અને પાકિસ્તાનને સૌથી મોટો ખતરો ગણાવતાં કહ્યુ કે ખરો સમય આવ્યે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ઉત્તર સરહદે એલર્ટ છે અને કોઈપણ સ્થિતીનો સામનો કરવા અમે તૈયારી છીએ.
ભારતીય સૈન્યની વાર્ષિક કોન્ફરન્સને સંબોધતા તેમણે કહ્યુ કે ગત વર્ષ ખૂબ પડકારો ભરેલુ રહ્યુ અને તેનો સામનો કરતાં આપણે આગળ વધ્યા છીએ. ભારત માટે ચીન અને પાકિસ્તાન સૌથી મોટો ખતરો બની રહ્યા છે. તેમને પહોંચી વળવા યોગ્ય સમયે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. પાકિસ્તાન દ્વારા સતત આતંકવાદને પોષવામાં આવી રહ્યો છે. પરંતુ આપણે આતંકવાદ મામલે ઝીરો-ટોલરન્સ રાખીએ છીએ. પશ્ચિમ સરહદે પાકિસ્તાન અગાઉ જેવી જ હરકતો કરી રહ્યુ છે પરંતુ અમે સ્પષ્ટ કહ્યુ છે કે સહન નહીં કરીએ.
સૈન્ય પ્રમુખે પોતાના સંબોધનમાં વધુમાં કહ્યુ કે મિઝોરમમાં કોઈ હિંસા થઈ ન હતી. મણિપુરમાં એકાદ બે ગ્રુપ એવા છે જે હિંસામાં સામેલ છે. આસામમાં શાંતિ છે. નોર્થઈસ્ટની સ્થિતીમાં એકાદ બે વર્ષમાં સુધારો થયો છે. 
લદાખ મામલે તેમણે કહ્યુ કે અમે માત્ર લદાખ જ નહીં, સમગ્ર એલએસી પર ઉચ્ચ સ્તરીય દેખરેખ રાખેલી છે. કોર કમાન્ડ સ્તરની 8 તબક્કાની વાતચીત થઈ ચૂકી છે અને 9મા સ્તરની વાતચીતની રાહ છે. વાતચીતના માધ્યમથી સમાધાનની આશા છે.

Published on: Wed, 13 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer