રસીકરણના પહેલા તબક્કાનો ખર્ચ પીએમ કૅર્સ ફંડમાંથી

રસીકરણના પહેલા તબક્કાનો ખર્ચ પીએમ કૅર્સ ફંડમાંથી
સાંસદો-વિધાનસભ્યોને વૅક્સિનમાં પ્રાથમિકતા નહીં : મોદી
નવી દિલ્હી, તા.1ર : વડાપ્રધાન મોદીએ તમામ સાંસદો અને ધારાસભ્યોને પ્રાથમિકતાના આધારે કોરોના રસી આપવાનો પ્રસ્તાવ નામંજૂર કરતાં કહ્યુ કે તે લોકોને ખરાબ સંકેત આપશે.
ભારતમાં 16 જાન્યુ.ને શનિવારથી રાષ્ટ્રીય રસીકરણ અભિયાનની શરૂઆત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યુ છે કે પહેલા તબક્કામાં 3 કરોડ લોકો (1 કરોડ હેલ્થકેર, ર કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સ)ને કોરોના રસી આપવામાં આવશે જેમાં સ્વાસ્થ્ય કર્મીઓ અને ફ્રન્ટલાઈન વર્કસ સામેલ છે. જનપ્રતિનિધિઓ સહિત કોઈ તેમાં છલાંગ લગાવવાનો પ્રયાસ ન કરે. કોરોના વેક્સિનેશનનો સંપુર્ણ ખર્ચ પીએમ કેર્સ ફંડમાંથી ઉઠાવવામાં આવશે. હાલ 6 કરોડથી વધુ ડોઝનો ઓર્ડર અપાયો છે જેનો ખર્ચ આશરે 1300 કરોડ થશે.
કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત વડાપ્રધાને સોમવારે મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. દરમિયાન પુડુચેરીના મુખ્યમંત્રી વી.નારાયણસામીએ માગ કરી કે સાંસદો અને ધારાસભ્યોને પ્રાથમિકતાને આધારે કોવિડ 19 વેક્સિન આપવામાં આવે. સાંસદો અને ધારાસભ્યો કોરોના વાયરસનો સામનો કરવામાં આગ્રીમ હરોળે હોવાનું તેમનું કહેવું હતુ.  જો કે વડાપ્રધાને તેમનો આવો પ્રસ્તાવ નામંજૂર કર્યે અને મુખ્યમંત્રીઓને કહ્યુ કે રસીકરણ અભિયાનમાં કોઈ નેતા લાઈન ન તોડે તે બાબત ખાસ ધ્યાન રાખવામાં આવે. જનપ્રતિનિધિઓને પણ કોરોના વેક્સિન ત્યારે જ મળશે જયારે તેમનો વારો આવશે. 

Published on: Wed, 13 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer