ટાઈગર શ્રોફે અનન્યા પાંડેના ચહેરા પર મૂછ દોરી!

ટાઈગર શ્રોફે અનન્યા પાંડેના ચહેરા પર મૂછ દોરી!
હૉલીવૂડ ફિલ્મોનું કન્ટેન્ટ ધરાવતાં સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ લાયન્સ ગેટે ભારતમાં `પ્લે મોર બ્રાઉઝ લેસ' કેમ્પેન લોન્ચ કર્યું છે. આ કેમ્પેન સાથે નાનકડી ડિજિટલ ફિલ્મ પણ રજૂ કરી છે જેમાં ટાઈગર શ્રોફ અને અનન્યા પાંડે છે. સામાન્ય રીતે યુવાનો શું જોઈશું ઁમ કરીને બ્રાઉઝ જ વધારે કરતાં હોય છે અને ક્ન્ટેન્ટ ઓછું જોતાં હોય છે. આ સમસ્યાના ઉકેલરૂપે લાયન્સ ગેટે ઍપ લોન્ચ કરી છે જેમાં કન્ટેન્ટની વિગતો ઉત્તમ રીતે આપવામાં આવી છે. આ ઍપની માહિતી આપતી ડિજિટલ ફિલ્મમાં ટાઈગર સુતેલી અનન્યાના ચહેરા પર મૂછ દોરે છે. ઊંઘમાંથી જાગ્યા બાદ અનન્યા વીડિયો કેમેરામાં પોતાનો ચહેર જોઈને છળી ઊઠે છે અને પોતાની ટેલેન્ટ સારા કામમાં વાપરવાની સલાહ ટાઈગરને આપે છે.   
સામાન્ય રીતે હૉલીવૂડની ફિલ્મોમાંથી કઈ ફિલ્મ પસંદ કરવી તે સમસ્યા મોટા ભાગના લોકોને નડતી હોય છે. આ ઉપરાંત કેટલાક એવા પણ ફિલ્મરસિકો છે જેમને અંગ્રેજી ફિલ્મો જોવી ગમે છે પરંતુ ભાષા જલદી સમજાતી નથી. આવા લોકો માટે લાયન્સ ગેટ પર પ્રાદેશિક ભાષામાં સબટાઈટલ્સ ધરાવતી અંગ્રેજી ફિલ્મો ઉપલબ્ધ છે.
Published on: Thu, 14 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer