જાણીતા ફિલ્મમેકર શ્રીરામ રાઘવનની આગામી ફિલ્મમાં મેક્કાલ સેલવન વિજય સેતુપત્તિ સાથે અભિનેત્રી કેટરિના કૈફને લેવામાં આવી છે. શ્રીરામે આ નવી ફિલ્મ શરૂ કરવા માટે વરુણ ધવન સાથેની ફિલ્મ ઈક્કીસને અટકાવી છે. વરુણે શ્રીરામની ફિલ્મ બદલાપુરમાં અભિનય કર્યો છે. હાલમાં કેટરિના એક્સેલ એન્ટરટેન્મેન્ટની ફોન ભૂતનું શૂટિંગ કરી રહી છે. આમાં તેની સાથે ઈશાન ખટ્ટર અને સિદ્ધાર્થ ચતુર્વેદી છે. ગોવામાં ચાલી રહેલું આ શૂટિંગ પૂરું થયા બાદ કેટરિના શ્રીરામની ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. આ અગાઉ કેટરિનાએ અલી અબ્બાસ ઝફર સાથેની ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાનું વિચાર્યું હતું. પરંતુ હવે તે ફિલ્મને આગળ ધખેલીને તે શ્રીરામની ફિલ્મ શરૂ કરશે. કેટરિના શ્રીરામ સાથે કામ કરવાનો ઈન્કાર ન કરી શકી કેમ કે તેના મતે શ્રીરામ વર્તમાન સમયનો સ્ટાઈલીશ અને નવીન પહેલ કરનાર દિગ્દર્શક છે. તેણે એક હસીના થી, જોની ગદ્દાર, એજન્ટ વિનોદ, બદલાપુર અને અંધાધૂન જેવી ફિલ્મો બનાવી છે. વળી તેમની આ નવી ફિલ્મનો વિષય અત્યંત રસપ્રદ છે. આમાં તેણે વિજય અને કેટરિનાની જોડી પસંદ કરી છે જે કાસ્ટિંગ કૂપ ગણાશે.
Published on: Thu, 14 Jan 2021
શ્રીરામ રાઘવનની ફિલ્મમાં કેટરિના કૈફ અને વિજય સેતુપતિ
