ભારતમાં તેલીબિયાંનું ઉત્પાદન ઘટવાનો યુએસડીએનો અંદાજ

ભારતમાં તેલીબિયાંનું ઉત્પાદન ઘટવાનો યુએસડીએનો અંદાજ
વાશિંગ્ટન, તા. 13 : અમેરિકન કૃષિ વિભાગ (યુએસડીએ) એ વર્ષ 2020-21ની માટે જારી પોતાની જાન્યુઆરી મહિનાની રિપોર્ટમાં ભારત માં 381.29 લાખ ટન (ડિસેમ્બરમાં 383.29 લાખ ટન) તેલીબિયાં ઉત્પન્ન થવાનો અંદાજ મૂક્યો છે. તેલીબિયાં ઉત્પાદનમાં આ ઘટાડો મગફળીનું ઉત્પાદન ઘટવાથી આવશે. ભારતમાં તેલીબિયાંનો પાક વર્ષ 2019-20 માં 366.89 લાખ ટન, વર્ષ 2018-19 માં તેનું ઉત્પાદન 355.10 લાખ ટન હતું. 
યુએસડીએ રિપોર્ટ મુજબ ભારતમાં વર્ષ 2020-21 માં કોટન સીડનું ઉત્પાદન 125.24 લાખ ટન રહેવાનો અંદાજ છે. ડિસેમ્બર મહિનાના રિપોર્ટમાં મગફળીનાં પાકની સંભાવના 67 લાખ ટન હતી જે હવે ઘટાડીને 65 લાખ ટન અંદાજાઈ છે. રેપસીડનું ઉત્પાદન 76.50 લાખ ટન, સોયાબીનનું ઉત્પાદન 105 લાખ ટન, સનફ્લાવરનું ઉત્પાદન 1.85 લાખ ટન તેમ જ અન્ય તેલીબિયાંનો પાક 7.70 લાખ ટન રહેવાનો અંદાજ યથાવત્ છે. વર્ષ 2019-20 માં કોટન સીડનું ઉત્પાદન 125.24 લાખ ટન, મગફળીનો પાક 62.55 લાખ ટન, રેપસીડનું ઉત્પાદન 77 લાખ ટન, સોયાબીનનું ઉત્પાદન 93 લાખ ટન, સનફ્લાવરનું ઉત્પાદન 1.40 લાખ ટન તેમ જ અન્ય તેલીબિયાંનો પાક 7.70 લાખ ટન રહ્યો. 
યુએસડીએ રિપોર્ટમાં કહ્યું છે કે ભારતમાં વર્ષ 2020-21 માં કપાસીયા તેલની ઘરેલું વપરાશ 14.05 લાખ ટન,પામ અૉઈલની ઘરેલું વપરાશ 88.80 લાખ ટન, રેપસીડ 26.30 લાખ ટન, સોયાતેલ 51.50 લાખ ટન, સિંગતેલની વપરાશ 12.60 લાખ ટન, સનફ્લાવર ઓઇલની વપરાશ 25.50 લાખ ટન તેમ જ અન્ય તેલોની વપરાશ 6.19 લાખ ટન રહેવાની સંભાવના છે. ભારતમાં વર્ષ 2019-20માં કોટન સીડ અૉઇલની ઘરેલુ વપરાશ 13.95 લાખ ટન, પામ ઓઇલની ઘરેલું વપરાશ 80.78 લાખ ટન, રેપસીડ 27.70 લાખ ટન,સોયા તેલ 51 લાખ ટન, મગફળીતેલની વપરાશ 12.75 લાખ ટન, સનફ્લાવર અૉઇલનો વપરાશ 28.50 લાખ ટન તેમજ અન્ય તેલોની વપરાશ 5.94 લાખ ટન રહી. 
રિપોર્ટ મુજબ ભારતમાં વર્ષ 2020-21 માં પામતેલની આયાત અંદાજ 87 લાખ ટન વ્યક્ત કરાઇ છે. વર્ષ 2019-20માં તેની આયાત 73.98 લાખ ટન રહી. આવી રીતે ભારતમાં સોયાબીન અૉઈલની આયાત વર્ષ 2019-20ની 36.12 લાખ ટનની તુલનામાં વર્ષ 2020-21 માં 34 લાખ ટન, રેપસીડ ઓઇલની આયાત 40 હજાર ટનના બદલે 38 હજાર ટન, સનફ્લાવર ઓઇલની આયાત 26 લાખ ટનની તુલનામાં 23.50 લાખ ટન રહેવાનો અંદાજ છે. જ્યારે, અન્ય તેલોની આયાત વર્ષ 2019-20ની 1.20 લાખ ટનની તુલનાએ 1.43 લાખ ટન રહી શકે છે. આવી રીતે ક્રૂડતેલ આયાત વર્ષ 2020-21 માં 146.31 લાખ ટન રહેવાનો અંદાજ છે જે વર્ષ 2019-20ની માટે 137.73 લાખ ટન આંકવામાં આવ્યો. આ આયાત વર્ષ 2018-19 માં 152.50 લાખ ટન હતી.
Published on: Thu, 14 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer