નવી મુંબઇ, તા. 13 : કોલકાતાથી ભાગીને આવેલી મહિલાને ફરી તેના પરિવારને સોંપવામાં વાશી પોલીસને સફળતા મળી છે. 27 વર્ષીય મહિલા માનસિક ત્રાસથી કંટાળીને ઘરેથી ભાગીને મુંબઇ આવી ગઇ હતી. 26 ડિસેમ્બરે આ મહિલા વાશી રેલવે સ્ટેશન નજીક મળી હતી.
પોલીસ સબ ઇન્સ્પેકટર સોપાન રાખાડેએ જણાવ્યું હતું કે અમને વાશી સ્ટેશન નજીક મહિલા સોમવારે રાતે અઢી વાગ્યે મળી આવી હતી. 18 ડિસેમ્બરે તે ઘરેથી ભાગી ગઇ હતી. પોલીસે આ મહિલાના પરિવારને શોધવા બંગાળી સમાજની મદદ લીધી હતી. દસમી જાન્યુઆરીએ મહિલાને તેના પરિવારને સોંપવામાં આવી હતી.
Published on: Thu, 14 Jan 2021