નવી દિલ્હી, તા.13: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એલાન કર્યું છે કે કોરોના વેક્સિન કેન્દ્ર સરકાર નિ:શૂલ્ક ઉપલબ્ધ કરાવે નહીં તો અમારી સરકાર દિલ્હીવાસીઓને વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવશે. કેજરીવાલે કહ્યંy કે અમે કેન્દ્ર સરકારને અપીલ કરી હતી કે આપણો દેશ ખૂબ ગરીબ છે અને આવી મહામારી 100 વર્ષમાં પહેલીવાર આવી છે. ઘણાં લોકો વેક્સિનનો ખર્ચ ઉઠાવી નહીં શકે. જોઈએ કેન્દ્ર હવે શું નિર્ણય લે છે.
Published on: Thu, 14 Jan 2021