રાજેન્દ્ર વોરા તરફથી
વૉશિંગ્ટન, તા. 13 : અમેરિકાના વાઈસ પ્રેસિડન્ટ માઈક પેન્સે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પદ પરથી હટાવવા માટે પચીસમું અમેન્ડમેન્ટ (સુધારો) લાગુ કરવાની ના પાડી દીધી છે. માઈકે, હાઉસના સ્પીકર નેન્સી પેલોસીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે આપણા બંધારણ અંતર્ગત 25મું અમેન્ડમેન્ટ સજા આપવાનું કે અધિકાર છીનવી લેવાનું સાધન નથી. પચીસમું અમેન્ટમેન્ટ આ રીતે લાગુ કરવાથી અત્યંત ખરાબ દાખલો બેસશે. પેલોસી અને હાઉસના અન્ય ડેમોક્રેટ સભ્યો છઠ્ઠી જાન્યુઆરીની હિંસક ઘટના પછી ટ્રમ્પને પદ પરથી હટાવવા માટે પેન્સ અને કેબિનેટ પણ દબાણ આણી રહ્યા હતા. સેનેટના ડેમોક્રેટ સભ્યોએ ડોનાલ્ડ ટ્રમ્પ સામે મહાભિયોગ પ્રક્રિયા શરૂ કરવા માટે પ્રસ્તાવ રજૂ ર્ક્યો હતો.
Published on: Thu, 14 Jan 2021