સુરક્ષા દળોએ ષડ્યંત્ર પકડયું
જમ્મુ, તા. 13 : ભારત વિરોધી વલણ માટે કુખ્યાત આતંકપરસ્ત પાકિસ્તાનના વધુ એક નાપાક ષડયંત્રનો ભાંડો ફોડતાં સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના જવાનોએ કાશ્મીરમાં કઠુઆના હીરાનગર ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સીમા પાસે એક સુરંગ શોધી કાઢી છે.
સીમા પાસે આ સુરંગ પકડાઇ જતાં આતંકીઓને ભારતમાં ઘુસાડવાની પાકિસ્તાનની વધુ એક છીછરી હરકત સામે આવી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, બીએસએફના જવાનોએ બુધવારે કઠુઆ જિલ્લામાં પાક દ્વારા તૈયાર કરાયેલી સુરંગ પકડી પાડી હતી. એક અભિયાન દરમ્યાન આજે સવારે બોબિયા ગામમાં આતંકીઓની ઘૂસણખોરી માટેની સુરંગ પકડાતાં અધિકારીઓ ત્યાં ધસી ગયા હતા.
લગભગ 150 મીટરની લંબાઇની સુરંગમાં પાકિસ્તાનના કરાચીમાં બનેલી સિમેન્ટની બોરીઓ પણ મળી છે.
પાકિસ્તાનની ચોકીની બરાબર સામેથી સુરંગ ખોદાઇ છે. અગાઉ પણ આવી સુરંગો મળી ચૂકી છે.
બીએસએફને સાંબા ક્ષેત્રમાં સુરંગની બાતમી મળ્યા બાદ વિશેષ ટીમો તાત્કાલિક રચીને અભિયાન છેડાતાં આ મોટી સફળતા મળી હતી.
Published on: Thu, 14 Jan 2021
આતંકવાદીઓને ઘુસાડવા પાકિસ્તાને બનાવી સુરંગ
