જયપુર સહિત 11 શહેરોમાં પહોંચી પહેલી ખેપ
નવી દિલ્હી, તા. 13 : ત્રણ દિવસ બાદ દેશમાં કોરોના રસીકરણની પ્રક્રિયા શરૂ થઈ જશે. સીરમ ઈન્સ્ટિટયૂટની કોવિશીલ્ડ બાદ હવે ભારત બાયોટેકની રસીની ડિલિવરી પણ શરૂ થઈ ચુકી છે. કોવેક્સિનની પહેલી ખેપ બુધવારે સવારે એર ઈન્ડિયાની ફ્લાઈટથી હૈદરાબાદથી દિલ્હી મોકલવામાં આવી હતી. દિલ્હી ઉપરાંત બેંગલુરૂ, ચૈન્નઈ, પટણા, જયપુર, લખનઉ, સુરત, રાંચી,
કુરુક્ષેત્ર, કોચ્ચિ સહિત 11 શહેરોમાં કોવેક્સિનની પહેલી ખેપ પહોંચી હતી. રસીકરણની શરૂઆતના દિવસે નરેન્દ્ર મોદી વર્ચ્યૂઅલી કોવિન એપને પણ લોન્ચ કરશે.
એર એશિયાના વિમાન થકી કોવેક્સિનની 60000 ડોઝ જયપુર પહોંચી છે. જેને એરપોર્ટથી સીધા આદર્શ નગર લઈ જવામાં આવી હતી. આવી જ રીતે પુણેથી સુરત સડક માર્ગે કોવેક્સિનની ખેપ પહોંચી હતી. જેમાં 93500 ડોઝ હતા. આ ડોઝ સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. વેક્સિન ભરેલી ટ્રકનું સ્વાગત મંત્રીઓ અને અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આવી જ રીતે રાંચી, ભોપાલ, કરનારલ, ચંડીગઢ, મુંબઈ સહિતના સ્થળોએ પણ કેવેક્સિનની પહેલી ખેપ પહોંચી છે.
Published on: Thu, 14 Jan 2021
કોવિશીલ્ડ બાદ કોવૅક્સિનની ડિલીવરી પણ શરૂ
