વાયુસેનાને મળશે 83 તેજસ યુદ્ધવિમાન

વાયુસેનાને મળશે 83 તેજસ યુદ્ધવિમાન
રૂ. 48,000 કરોડના સૌથી મોટા સ્વદેશી સંરક્ષણ સોદાને બહાલી
નવીદિલ્હી, તા.13: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી સીસીએસ દ્વારા આજે ભારતીય વાયુસેનાનાં સ્વદેશી ફાઇટર જેટ એલસીએ તેજસને મજબૂત બનાવવા માટે લગભગ 48 હજાર કરોડ રૂપિયાના સૌથી મોટા સ્વદેશી સંરક્ષણ સોદાને મંજૂરી આપી હતી. આ સોદો ભારતીય સંરક્ષણ મેન્યુફેક્ચરિંગમાં આત્મનિર્ભરતા માટે બાજી પલટાવનાર બની રહેશે. આ વિશે રક્ષામંત્રી રાજનાથ સિંહે જાણકારી આપી હતી.
 યુદ્ધ વિમાન તેજસના 48,000 કરોડના સોદાને કેબિનેટ કમિટિ ઓન સિક્યોરિટી (સીસીએસ)ની મંજૂરી મળી ગઈ છે.  રાજનાથ સિંહે આ મામલે જાણકારી આપતા કહ્યું હતું કે, આ ડીલ ગેમ ચેન્જર સાબિત થશે. તેજસ હવાથી હવામાં અને હવાથી જમીનમાં મિસાઇલ દાગી શકે છે. જેમાં એન્ટીશિપ મિસાઇલ, બોમ્બ અને રોકેટ લગાડી શકાય છે. તેજસ 42 ટકા કાર્બન ફાઇબર,  43 ટકા એલ્યુમીનિયમ એલોય અને ટાઇટેનિયમથી બનેલું છે. તેજસ સ્વદેશી ચોથી પેઢીનું ગેલલેસ કંપાઉન્ડ ડેલ્ટા વિંગ વિમાન છે. જે ચોથી પેઢીના સુપરસોનિક યુદ્ધવિમાન સમૂહમાં સૌથી હળવું અને નાનું છે.
Published on: Thu, 14 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer