સુપરહિટ ગીત મારે તે ગામડે એકવાર આવજો નવા કલેવર સાથે રજૂ થશે

સુપરહિટ ગીત મારે તે ગામડે એકવાર આવજો નવા કલેવર સાથે રજૂ થશે
1988ની સુપહિટ ફિલ્મ દેશ રે જોયા દાદ પરદેશ જોયામાં હિતેનકુમાર અને રોમા માણેક અભિનિત ગીત મારે તે ગામડે એકવાર આવજો ભારે લોકચાહના પામ્યું હતું. ગોવિંદ પટેલ દિગ્દર્શિત આ ફિલ્મમાં હિતેન અને રોમા સાથે અરવિંદ ત્રિવેદી મુખ્ય ભૂમિકામાં હતા. હવે ગોવિંદભાઈના પુત્ર હરેશભાઈએ મારે તે ગામડે એકવાર આવજોને આધુનિક કલેવર સાથે તૈયાર કર્યું છે.
આ ગીતનો વીડિયો 23 જાન્યુઆરીએ અલ્ટ્રા મીડિયા એન્ડ એન્ટરટેન્મેન્ટની યુ ટયુબ ચેનલ પર રજૂ થશે. 
આમાં મનાલી ચતુર્વેદી અને ભવેન ધાનકના સ્વરમાં ગવાયેલા ગીતના સંગીતકાર કાશી કશ્યપ અને રિચર્ડ મિત્રા છે.
મ્યુઝિક વીડિયોમાં ગાયિકા મનાલી સાથે હિતુ કનોડિયા  અને આરતી ભાવસાર જોવા મળે છે. હિતુ સૈન્ય અધિકારી છે અને તે રજામાં ઘરે પરત આવે છે ત્યારે આ ગીત શરૂ થાય છે. વર્તમાન સમય અનુસાર હગીતને નવો ઓપ આપવામાં આવ્યો છે. મૂળ ગીત સાથે તાલ મિલાવીને નવું ગીત તૈયાર કરવામાં આવ્યું છે.Published on: Sat, 23 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer