નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતી નિમિત્તે ફિલ્મ ડિવિઝન બે ડૉક્યુમેન્ટરી રજૂ કરશે

નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતી નિમિત્તે ફિલ્મ ડિવિઝન બે ડૉક્યુમેન્ટરી રજૂ કરશે
આઝાદ હિન્દ સેનાના સ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતી  23 જાન્યુઆરીએ છે. આ દિવસને પરાક્રમ દિવસ તરીકે ઊજવવાની વડા પ્રધાને જાહેરાત કરી છે. આથી તે નિમિત્તે નેતાજીના જીવન અને કાર્યો પર આધારિત બે ડૉક્યુમેન્ટરી ફિલ્મ ફિલ્મ ડિવિઝન રજૂ કરશે. 1973માં બનેલી અંગ્રેજી ફિલ્મ ધ ફલેમ બર્ન્સ બ્રાઈટ (43 મિનિટની)  અને અરુમ ચૌધરીએ બનાવેલી હિન્દી ફિલ્મ નેતાજી (21 મિનિટ) દર્શાવવામાં આવશે. આ બંને ફિલ્મોમાં નેતાજીએ અંગ્રેજો સામે વીરતાપૂર્વક જે લડત લડી હતી તેને દેખાડવામાં આવે છે. ફિલ્મ ડિવિઝનની વેબસાઈટ અને યુ ટયુબ પર બંને ફિલ્મો ચોવીસ કલાક પ્રસારિત કરાશે.

Published on: Sat, 23 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer