ગ્રેસી સિંહ અને તન્વી ડોગરા વચ્ચે અનન્ય લાગણીભર્યો સંબંધ

ગ્રેસી સિંહ અને તન્વી ડોગરા વચ્ચે અનન્ય લાગણીભર્યો સંબંધ
ઍન્ડ ટીવી પરથી પ્રસારિત થતી સિરિયલ સંતોષી મા સુનાયેં વ્રત કથાયેંમાં ભક્ત અને ભગવાન વચ્ચેના પ્રેમને વ્યક્ત કરવામાં આવે છે. સિરિયલમાં અભિનેત્રી તન્વી ડોગરા ભક્ત સ્વાતિ અને ગ્રેસી સિંહ સંતોષીમાતાની ભૂમિકા ભજવે છે. અૉનક્રિન ભક્ત ભગવાનના પાત્ર ભજવતાં આ બંને વચ્ચે અૉફ્ફક્રિન પણ સારા બેનપણા થઈ ગયા છે.
 આ જ કારણે શૂટિંગ વખતે તેમની સારી કેમેસ્ટ્રી જોવા મળે છે તથા બ્રેકમાં તેઓ લાગણીભરી વાતો કરતા હોય છે. ગ્રેસીએ જણાવ્યું હતું કે, તન્વી હોંશિયાર, ઉત્સાહથી સભર અને બોલકણી છોકરી છે. અમે વ્યવસાયિક સાથે અંગત જીવનમાં પણ લાગણીથી જોડાઈ ગયા છીએ. આના લીધે અભિનય કરવામાં પણ સહજતા રહે છે. અમારા વિચારોમાં ઘણી સામ્યતા છે એટલે અમે ગપ્પા મારી શકીએ છીએ. 
ગ્રેસીની લાગણીઓનો ઉત્તર આપતાં તન્વીએ કહ્યું કે, હું ગ્રેસીની ચાહક છું. અમે તેમને સાદગી, હકારાત્મકતા અને મનોહરતાના પ્રતીક તરીકે જોઈએ છીએ. બ્રેક દરમિયાન અમે ફિલ્મ, ડિરેકશન, ડાન્સ અને શો જેવા વિવિધ વિષયો પર ચર્ચા કરીએ છીએ. હું તેમની સુંદરતાથી મોહિત છું. તેઓ મારા માટે ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ છે. 

Published on: Sat, 23 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer