થાઇલૅન્ડ ઓપન : સાત્વિક-અશ્વિનની જોડી સેમિમાં : સિંધુ આઉટ

થાઇલૅન્ડ ઓપન : સાત્વિક-અશ્વિનની જોડી સેમિમાં :  સિંધુ  આઉટ
બેંકોક, તા.23: ભારતીય સ્ટાર શટલર પીવી સિંધુ થાઇલેન્ડ ઓપન સુપર-1000 બેડમિન્ટન ટૂર્નામેન્ટના કવાર્ટર ફાઇનલ હારીને બહાર થઇ ગઇ છે. સિંઘુએ બીજા રાઉન્ડના મેચમાં દુનિયાની 92મા નંબરની મલેશિયાની ખેલાડી કિસાનો સેલવાદુરઇ સામે ફકત 3પ મિનિટમાં 21-10 અને 21-12થી જીત મેળવી હતી. આ પછી આજે કવાર્ટર ફાઇનલમાં સિંધુની ટક્કર થાઇલેન્ડની સ્ટાર રતચાનોક ઇંતાનોન સામે થઇ હતી. જેમાં સિંધુનો 13-21 અને 9-21થી પરાજય થયો હતો અને ટૂર્નામેન્ટની બહાર થઇ ગઇ હતી.સિંધુ ઉપરાંત ભારતનો સમીર વર્મા પણ કવાર્ટર ફાઇનલમાં  ડેનમાર્કના ખેલાડી ત્રીજા ક્રમના ખેલાડી આંદ્રેસ અંટોનસેન સામે રસાકસી બાદ 21-13, 19-21 અને 22-20થી હારીને બહાર થયો છે. જ્યારે મિકસ ડબલ્સમાં સાત્વિક સાઇરાજ અને અશ્વિની પોનપ્પની જોડી ઉલેટફેર કરીને સેમિ ફાઇનલમાં પહોંચી છે. આ જોડીએ કવાર્ટરમાં મલેશિયાની જોડી પેંગ સૂન ચાન અને લિયૂ યિંગ ગોહ વિરૂધ્ધ ત્રણ સેટના મુકાબલા પછી 18-21, 24-22 અને 22-20થી રોમાંચક જીત મેળવી હતી.Published on: Sat, 23 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer