સૂચિત ઈ-કૉમર્સ પૉલિસી પડતી મુકાય તેવી શક્યતા

સૂચિત ઈ-કૉમર્સ પૉલિસી પડતી મુકાય તેવી શક્યતા
નવી દિલ્હી, તા. 22 (એજન્સીસ) : ભારત સરકાર સૂચિત ઇ-કૉમર્સ પૉલિસી પડતી મૂકે તેવી શક્યતા છે. સરકારના અમુક વિભાગોએ જ આ પૉલિસીની વ્યવહારૂતા ઉપર પ્રશ્નો ઉઠાવ્યા છે.
ગુરુવારે ઇન્ટર-મિનિસ્ટરીઅલ ગ્રુપે ડ્રાફ્ટ પૉલિસી પર ચર્ચા કરી હતી. આમાં આ ક્ષેત્ર માટે નિયામક નીમવાની દરખાસ્ત છે. આ ઉપરાંત ઈ-કૉમર્સ એકમો ડેટાનો સ્ટોર, ઉપયોગ, ટ્રાન્સફર, પ્રોસેસ અને વિશ્લેષણ કેટલું કરી શકે તે અંગેના અંકુશો મૂકવાની દરખાસ્ત છે. વેપાર ઉદ્યોગ ખાતાના પ્રધાન પીયુષ ગોયલ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
ડિપાર્ટમેન્ટ ફોર પ્રોમોશન અૉફ ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઇન્ટરનલ ટ્રેડ (ડીટીઆઈઆઈટી) આ પૉલિસી માટેની નોડલ બોડી છે.
અધિકારીએ જણાવ્યું હતું કે સૂચિત પૉલિસીનો હેતુ સ્પષ્ટ થતો નથી. આમાં ઈ-કૉમર્સ ક્ષેત્રની ભૂમિકા અંગેનો વિગતવાર દસ્તાવેજ જેવું આ છે.
યુરોપિયન યુનિયને હાલ ડિજિટલ માર્કેટ એક્ટના ડ્રાફ્ટની જાહેરાત કરી છે જે ઘણા મોટા અૉનલાઇન પ્લેટફોર્મ અંગે વધારાના રેગ્યુલેશનોની તેમાં જોગવાઈ છે. ઇયુની આ ડ્રાફ્ટ પૉલિસી ભારત માટે શુભ શરૂઆતના મુદ્દા જેવી છે. ભારતમાં ઈ-કૉમર્સ જેવા જંગી ક્ષેત્રને બિનઅંકુશિત રાખી શકાય નહીં.

Published on: Sat, 23 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer