બજેટમાં મેગા ટેક્સ્ટાઇલ પાર્કની સ્કીમ જાહેર થવાની શક્યતા

બજેટમાં મેગા ટેક્સ્ટાઇલ પાર્કની સ્કીમ જાહેર થવાની શક્યતા
નવી દિલ્હી, તા. 22 (એજન્સીસ) : તા. 1 ફેબ્રુઆરીએ જાહેર થનારા કેન્દ્રીય અંદાજપત્રમાં મેગા ટેક્સ્ટાઇલ પાર્કસનું નિર્માણ કરવાની સ્કીમની જાહેરાત થવાની શક્યતા છે.
કેન્દ્રીય નાણાખાતું અને કેન્દ્રીય ટેક્સ્ટાઇલ મંત્રાલય આ સ્કીમ પર ચર્ચાવિચારણા કરી રહ્યા છે. આ પાર્કમાં સવલતો ઊભી કરનાર રોકાણકારોને તેમ જ ડેવલપરોને ઇન્સેન્ટીવ અૉફર કરવાની દરખાસ્ત છે.
ટેક્સ્ટાઇલ મંત્રાલયે સાત મેગા ઇન્ટીગ્રેટેડ ટેક્સ્ટાઇલ રિજિઅન અને એપરલ (મિત્રા) પાર્કસ ઊભા કરવાની ભલામણ કરી છે. ઉદ્યોગનું કદ 2025-26 સુધીમાં બમણું કરી 300 અબજ ડૉલર સુધી પહોંચાડવાની યોજના છે.
આ પાર્કમાં અવિરત જળપુરવઠો અને વીજળી પુરવઠો હશે. કોમન યુટીલિટીઝ હશે. સંશોધન અને વિકાસ કાર્યો માટે લેબોરેટરી હશે.
આ ઉપરાંત અમુક કાચી સામગ્રી અને ખાસ કરીને વિસ્કોસ સ્ટેપલ ફાઇબરપરની એન્ટીડમ્પિંગ ડયૂટીમાં ફેરફાર કરવાની કે નાબૂદ કરવાની પણ ટેક્સ્ટાઇલ મંત્રાલયે ભલામણ કરી છે.

Published on: Sat, 23 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer