પોલીસ અધિકારી વિરુદ્ધ મહિલા પોલીસે બળાત્કારનો કેસ નોંધાવ્યો

મુંબઈ, તા.22 : મહારાષ્ટ્રમાં મહિલા પોલીસ અધિકારી દ્વારા લગ્નનું વચન આપી બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યા બાદ ડેપ્યુટી પોલીસ ઇન્સ્પેકટર સામે ગુનો નોંધાયો છે. આ કેસની તપાસ કરી રહેલા અધિકારીએ જણાવ્યું હતું કે 31 વર્ષીય આસિસ્ટન્ટ ઇન્સ્પેકટરે ઉચ્ચ અધિકારી સામે યૌન શોષણનો આરોપ મૂકયો છે. તેના આધારે મધ્ય મુંબઇના રફી અહમદ કિડવાઇ માર્ગ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની બળાત્કાર, વિનયભંગ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધાયો છે. આ ફરિયાદ ત્યારની છે જયારે મહિલા પોલીસ અધિકારી ઉચ્ચ અધિકારીના હાથ નીચે ફરજ પર હતા. આ ઘટના જ્યારે બની છે તે સમયે આરોપી આસિસ્ટન્ટ પોલીસ કમિશનર હતા અને મુંબઇમાં ફરજ પર હતા. અત્યારે તેઓ મરાઠવાડા વિસ્તારમાં ઉપાધીક્ષકના પદ પર છે. આરોપીએ વર્ષ 2019માં મહિલાને લગ્નનું વચન આપ્યું હતું અને તેનો બળાત્કાર કર્યો હતો. ત્યારબાદ તેણે મહિલા અધિકારીને અવગણી હતી અને તેની સાથે સંબંધો ઓછા કરી નાખ્યા હતા. પીડિતાએ ત્યારબાદ વિશાખા સમિતિને ફરિયાદ કરી હતી. 
હાલ આરોપી અધિકારીની ધરપકડ કરવામાં આવી નથી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Published on: Sat, 23 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer