ટ્રાન્સપોર્ટરોની તકલીફોના અભ્યાસ માટે રિઝર્વ બૅન્ક સમિતિ બનાવે : રાજ ઠાકરે

મુંબઈ, તા. 22 : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના ચીફ રાજ ઠાકરેએ આર્થિક સંકટમાં ફસાયેલા ટ્રાન્સપોર્ટરોની તકલીફોનો અભ્યાસ કરવા એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવાની રિઝર્વ બૅન્કને શુક્રવારે વિનંતી કરી હતી. 
રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંતા દાસને લખેલા પત્રમાં રાજ ઠાકરેએ એવો દાવો કર્યો છે કે લોન કે બાકી નીકળતાં લેણાંની વસૂલીની પ્રક્રિયા મંદગતિએ કરવાની કેન્દ્ર સરકારની સૂચનાને પણ બૅન્કો ઘોળીને પી ગઈ છે. જે બૅન્કો સૂચનાનું પાલન કરતી નથી એની સામે પણ આ સમિતિએ તપાસ કરવી જોઈએ. અમુક બૅન્કોએ રિક્વરી માટે ટ્રાન્સપોર્ટરોને નોટિસો આપી છે અને પ્રતિ નોટિસે આ બૅન્કો રૂપિયા બે હજારનો દંડ પણ વસૂલે છે. 

Published on: Sat, 23 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer