મુંબઈમાં 483 સહિત રાજ્યમાં કોરોનાના નવા 2779 કેસ મળ્યા

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 22 : શુક્રવારે મહારાષ્ટ્રમાંથી કોરોનાના 2779 નવા કેસ મળી આવતા રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા 20,03,657ની થઈ ગઈ છે. 
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 50 કોરોનાગ્રસ્તોનાં મૃત્યુ થતાં રાજ્યનો મરણાંક 50,684નો થઈ ગયો છે. શુક્રવારે મહારાષ્ટ્રમાં 3419 પેશન્ટોને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધી કુલ 19,06,827 સાજા થઈને ઘરે ગયા છે. અત્યારે રાજ્યમાં 44,926 કોરોનાગ્રસ્તો સારવાર લઈ રહ્યા છે. 
મુંબઈ શહેરમાંથી શુક્રવારે કોરોનાના 483 નવા કેસ મળ્યા હતા. એ સાથે શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા 3,05,136ની થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં નવ કોરોનાગ્રસ્તોનાં મોત થતાં શહેરનો મરણાંક 11,287નો થઈ ગયો છે. 
શુક્રવારે રાજ્યમાં 61,742 ટેસ્ટ કરવામાં આવતાં અત્યાર સુધી રાજ્યમાં કુલ 1,40,80,930 ટેસ્ટ કરવામાં આવી છે. 

Published on: Sat, 23 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer