રવિવારે મધ્ય રેલવેમાં મેગા બ્લૉક

રવિવારે મધ્ય રેલવેમાં મેગા બ્લૉક
મુંબઈ, તા. 22 : ટ્રેક સિગ્નલિંગ અને ઓવર હેડ ઉપકરણોની જાળવણી માટે મધ્ય રેલવે દ્વારા રવિવાર, 24મી જાન્યુઆરીએ મેગા બ્લૉકનું આયોજન કરાયું છે.
મધ્ય રેલવેમાં માટુંગા-મુલુંડ અપ અને ડાઉન ફાસ્ટ લાઈન પર સવારે 11.00થી બપોરે 4.00 વાગ્યા સુધી મેગા બ્લૉક રહેશે.
થાણે-વાશી/નેરુલ અપ અને ડાઉન ટ્રાન્સહાર્બર લાઈન પર સવારે 11.10 વાગ્યાથી સાંજે 4.10 વાગ્યા સુધી મેગા બ્લૉક રહેશે.
ટ્રાન્સહાર્બર લાઈનના પ્રવાસીઓને સવારે 10 વાગ્યાથી સાંજે 4.30 વાગ્યા સુધી હાર્બર લાઈન/મેન લાઈન દ્વારા પ્રવાસ કરવાની પરવાનગી છે.

Published on: Sat, 23 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer