મમતા બેનરજીને વધુ એક ઝટકો

મમતા બેનરજીને વધુ એક ઝટકો
વન પ્રધાન રાજીવ બેનરજીનું રાજીનામું
નવી દિલ્હી, તા. 22 : પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય હલચલ તેજ બની છે. રાજ્યની સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસને લાગેલા વધુ એક ઝાટકામાં આજે વનમંત્રી રાજીવ બેનરજીએ કેબિનેટ મંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. રાજ્યપાલ જગદીપ ધનખડે તેમનાં રાજીનામાંનો સ્વીકાર કર્યો હતો.
રાજીવે મુખ્યમંત્રી મમતા બેનરજીને મોકલેલા પોતાના ત્યાગપત્રમાં જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળના લોકોની સેવા કરવી એ ઘણા સન્માન અને સૌભાગ્યની વાત છે.  આ અવસર મેળવવા બદલ હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને તમામને ધન્યવાદ આપું છું.
ઉલ્લેખનીય છે કે રાજીવ બેનરજી પાછલી ઘણી કેબિનેટ બેઠકોમાં ઉપસ્થિત રહ્યા ન હતા. તેઓ રાજીનામું આપે તેવી અટકળો ચાલી રહી હતી. બેનરજીએ મંત્રીપદેથી ભલે રાજીનામું આપ્યું હોય, ટીએમસીના સભ્યપદે તેઓ  જારી છે.

Published on: Sat, 23 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer