70થી 100 ટકા કર્મચારીઓ સાથે કાર્યાલયો ધમધમે છે

70થી 100 ટકા કર્મચારીઓ સાથે કાર્યાલયો ધમધમે છે
વર્ક ફ્રૉમ અૉફિસની ગાડી પાટે ચડી રહી છે
કોલકાતા, તા. 23 : અનેક કંપનીઓમાં વર્ક ફ્રોમ હોમ હવે સામાન્ય બની ગયું છે ત્યારે કોરોનાની અસર ઘટવાને પગલે અમુક કંપનીઓ ખાસ કરીને સ્ટાર્ટઅપ 70થી 100 ટકા કર્મચારીઓની હાજરીમાં કામ કરી રહી છે.
ફોનપે, ડ્રુમ, વુકમાયશો, પેનાસોનિક, સ્લીપવેલ અને મેનપાવર જેવી કંપનીઓએ તેમના કર્મચારીઓઁને ફરી અૉફિસથી કામ શરૂ કરવાની પરવાનગી આપી છે. જોકે અૉફિસમાં આવનાર કર્મચારીઓએ સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના તમામ નિયમોનો કડકાઈપૂર્વક અમલ કરવાનો રહેશે, તો અમુક કંપનીઓ માર્ચ મહિનાથી તમામ કર્મચારીઓને અૉફિસે  બોલાવવાનું વિચારી રહી છે.
ઇન્ડસ્ટ્રીના અગ્રણીનું કહેવું છે કે હવે મહામારી પૂર્વેની સામાન્ય સ્થિતિ શરૂ થવી જરૂરી છે. ઘણા કર્મચારીઓ લાંબા અરસાથી ઘરેથી કામ કરીને થાકી ગયા છે. હવે કોરોનાની અસર ઘટી રહી છે ત્યારે  કર્મચારીઓ અૉફિસમાં સામસામે વાત કરે તો તેમનામાં આત્મવિશ્વાસ પણ વધી શકે છે. જોકે તેમણે સ્ટાન્ડર્ડ અૉપરેટિંગ સિસ્ટમ (એસઓપી)નો કડકાઈપૂર્વક અમલ કરવો જરૂરી છે.
Published on: Sat, 23 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer