લંડન, તા. 23 : વિજય માલ્યાએ બ્રિટનમાં જ રહેવા માટે એક ઓર વિકલ્પ અજમાવતા ગૃહપ્રધાન પ્રીતિ પટેલને અપીલ કરી છે. લંડનની હાઈ કોર્ટમાં ચાલી રહેલા બૅન્કરપ્ટસી કેસમાં બિઝનેસમેન વતિ ઉપસ્થિત વકીલે શુક્રવારે કોર્ટમાં એ અંગેની જાણકારી આપી હતી. બ્રિટનની સુપ્રીમ કોર્ટે માલ્યાને ભારતને પ્રત્યાર્પણ કરવા સામે કરેલી અરજીને ગયા વરસે અૉક્ટોબર મહિનામાં કાઢી નાખી હતી. જોકે વિદેશ પ્રધાન પ્રીતિ પટેલ પ્રત્યાર્પણના આદેશ પર સહી નહીં કરે ત્યાં સુધી માલ્યા જામીન પર બહાર રહેશે.
માલ્યા પર હવે બંધ પડેલી એની કંપની કિંગફિશર ઍરલાઇન્સ સંબંધિત છેતરપિંડી સહિતના આરોપ દાખલ કરાયા છે. બ્રિટિશ ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે પ્રત્યાર્પણના આદેશને અમલમાં મૂકવા પહેલાની ગુપ્ત કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે. એટલે એવી અટકળો થઈ રહી છે કે માલ્યાએ બ્રિટનનાં આશરો માગ્યો હોવાની વાતને બ્રિટિશ ગૃહ મંત્રાલયે ન તો પુષ્ટિ આપી છે કે નથી એનો ઇન્કાર કર્યો. માલ્યાના બેરિસ્ટર ફિલિપ માર્શલે કોર્ટમાં કહ્યું કે, પ્રત્યાર્પણની પ્રક્રિયા ચાલી રહી છે, પણ તેઓ અહીં એટલા માટે છે કે તેમણે અહીં રહેવા માટે એક ઓર વિકલ્પનો આશરો લઈ ગૃહપ્રધાનને વિનંતી કરી છે.
Published on: Sat, 23 Jan 2021
વિજય માલ્યાએ બ્રિટનમાં રહેવા અજમાવ્યો નવો દાવ
