ઓલી-પ્રચંડની લડાઈમાં પક્ષનું નામ પણ ગયું

નેપાળની સુપ્રીમ કોર્ટે છીનવ્યું ટાઈટલ  કાઠમાંડુ, તા. 7 : નેપાળના વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી અને તેમના  વિરોધી પુષ્પ કમલ દહલ પ્રચંડની લડાઈ વચ્ચે સુપ્રીમ કોર્ટે બંનેના હાથમાંથી તેમના પક્ષનું નામ પણ છીનવી લીધું છે. નેપાળની સર્વોચ્ચ અદાલતે નેપાળ કમ્યુનિસ્ટ પક્ષના નામનો વાસ્તવિક ઉત્તરાધિકારી ઋષિરામ કત્યાલને ઘોષિત કરીને તેમને ટાઈટલ સોંપી દીધું હતું. ઉલ્લેખનીય છે કે 2018માં ઓલી અને પ્રચંડે પોત-પોતાના પક્ષનો વિલય કરીને નેપાળ ચૂંટણી પંચમાં નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટીના નામથી નોંધણી કરાવી હતી જ્યારે એ સમયે કાત્યાલે આ નામનો પક્ષ પહેલેથી જ નોંધાવી રાખ્યો હતો.    Published on: Mon, 08 Mar 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer