મહારાષ્ટ્રમાં કોરોનાના 60 હજાર જેટલા નવા કેસ મળ્યા

ઐઅમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 7 : છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી કોરોનાના 59,907 નવા કેસ મળ્યા હતા. અત્યાર સુધીનો આ ઉચ્ચાંક છે. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી મળેલા કોરોનાગ્રસ્તોની કુલ સંખ્યા 31 લાખથી વધુ થઈ છે. મંગળવારે રાજ્યમાંથી 55,469, સોમવારે 47,288 નવા કેસ મળેલા. રાજ્યમાં 5,01,559 પેશન્ટો અત્યારે સારવાર હેઠળ છે.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 322 કોરોનાગ્રસ્તોનાં મૃત્યુ થતાં રાજ્યનો મૃત્યાંક 56,652નો થઈ ગયો છે. 
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 30,296 દરદી સાજા થઈને ઘરે ગયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 26,13,627 દરદી સાજા થયા છે. રાજ્યનો રિકવરી રેટ 82.36 ટકા છે. 
પુણે જિલ્લામાંથી બુધવારે 11,023, મુંબઈમાંથી 10,428, નાગપુર જિલ્લામાંથી 5721, થાણે જિલ્લામાંછી 3108ને ઔરંગાબાદ જિલ્લામાંથી 1765 નવા કેસ મળ્યા હતા.

Published on: Thu, 08 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer