કારમાં વ્યક્તિ એકલી હોય તો પણ માસ્ક ફરજિયાત : દિલ્હી હાઈ કોર્ટ

નવી દિલ્હી, તા.7: જો તમે કાર ચલાવતા હોય અને તેમાં અન્ય કોઈ બેઠું ન હોય તો પણ માસ્ક પહેરવું જરૂરી હોવાનો દિલ્હી હાઇ કોર્ટે આદેશ આપ્યો છે. આમ કાર ચલાવતી વખતે વ્યક્તિ એકલી હોય તો પણ તેણે ચહેરાને યોગ્ય રીતે કવર થાય તે રીતે માસ્ક પહેરવું જરૂરી છે.
બુધવારે દિલ્હી હાઇ કોર્ટના જજ પ્રતિભા એમ સિંહે ફેંસલો સંભળાવ્યો કે માસ્ક સુરક્ષા કવચનું કામ કરે છે જે કોવિડ 19 મહામારીને ફેલાતી અટકાવી શકે. જો કારમાં વ્યક્તિ એકલો સવાર હોય તો પણ તેણે માસ્ક પહેરવું પડશે. આ સાથે કોર્ટે એ તમામ અરજીઓ નામંજૂર કરી હતી જેમાં કારમાં એકલા સવાર વ્યક્તિને મેમો ફટકારવામાં આવ્યાનો વિરોધ કરાયો હતો.
હાઇ કોર્ટે ઠરાવ્યું કે કાર જાહેર સ્થળોએથી પસાર થાય છે તો અન્ય લોકો માટે સંક્રમણનો ખતરો ઉભો થઈ શકે છે. કોર્ટે ત્યાં સુધી કહ્યંy કે જો ઘરમાં વયોવૃદ્ધો હોય અને અન્ય બીમારીઓથી પીડિત હોય તો ત્યાં પણ માસ્ક પહેરવાને પ્રોત્સાહન મળવું જોઈએ. 
આરટીઓ જવાની જરૂર નથી : લાઈસન્સ, ટેસ્ટ પણ ઓનલાઇન
માર્ગ અને પરિવહન મંત્રાલય ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા અને તેના રિન્યુઅલ માટે નવી માર્ગદર્શિકા ઘડી છે. જે મુજબ લર્નસ લાયસન્સ મેળવવા અરજીથી માંડી લાયસન્સના પ્રિન્ટિંગ સુધી સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન હશે. ટેસ્ટ માટે આરટીઓ જવાની જરૂર નથી. 

Published on: Thu, 08 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer