કોરોનાનો ફરી ફૂંફાડો

40 હજારથી વધુ દૈનિક સંક્રમિતો સાથે દેશમાં 3.99 લાખ ઍક્ટિવ કેસ; 44.61 કરોડનું રસીકરણ
નવી દિલ્હી, તા. 28 : ચાર મહિના કરતાં વધુ સમય પછી 30 હજારથી ઓછા કેસ આવ્યાના બીજા જ દિવસે બુધવારે ભારતમાં ફરી 40 હજારથી વધુ 43,645 નવા દર્દી સામે આવ્યા હતા, તો વધુ 640 દર્દીનાં મોત થયાં હતાં.
દેશમાં કોરોના સંક્રમિતોની કુલ્લ સંખ્યા ત્રણ કરોડ 14 લાખ 84,605 થઇ ગઇ છે, તો મરણાંક 4.22 લાખને આંબી 4,22,022 થઇ ગયો છે.
ફરી 1336 કેસના વધારા બાદ આજની તારીખે 3,99,436 દર્દી સારવાર હેઠળ છે. કુલ્લ સંક્રમિતો સામે સક્રિય કેસોનું પ્રમાણ 1.27 ટકા છે.
ભારતમાં સાજા થયેલા સંક્રમિતોની સંખ્યા વધીને 3 કરોડ છ લાખ 63,146 પર પહોંચી ગઇ છે.
સાજા થયેલા દર્દીઓનો દર એટલે કે રિક્વરી રેટ 97.39 ટકા છે. કોરોનાથી મૃત્યુનો દર 1.34 ટકા છે.
સંક્રમણનો દૈનિક દર 1.73 ટકામાંથી આજે વધીને 2.51 ટકા થઇ ગયો હતો, તો સંક્રમણનો સાપ્તાહિક દર 2.36 ટકા છે.
દેશમાં અત્યાર સુધી 44.61 કરોડથી વધુ લોકોને ઘાતક વાયરસ સામે રસીનું સુરક્ષા કવચ મળી ચૂક્યું છે, તો 46 કરોડથી વધુ ટેસ્ટ થઇ ચૂક્યા છે.

Published on: Thu, 29 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer