મુંબઈમાં કોરોનાના નવા 404 કેસ સાથે એક્ટિવ દરદીઓની સંખ્યા 5280

મુંબઈમાં કોરોનાના નવા 404 કેસ સાથે એક્ટિવ દરદીઓની સંખ્યા 5280
નવી મુંબઈમાં 72 અને કલ્યાણ-ડોમ્બિવલીમાં 70 દરદી મળ્યા
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 28: બુધવારે મુંબઈમાંથી કોરોનાના 404 નવા કેસ મળ્યા હતા. એ સાથે શહેરમાંથી મળેલા કુલ કોરોનાગ્રસ્તોની સખ્યા 7,35,165ની થઈ ગઈ છે.  છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં છ દરદીનાં મૃત્યુ થયાં હતાં. અત્યારે 5280 દરદી વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.  છેલ્લા 24 કલાકમાં 382 દરદી સાજા થઈને ઘરે ગયા હતા.  જ્યારે મુંબઈનો ડબાલિંગ રેટ 1383 દિવસનો થઈ ગયો છે.  મુંબઈમાં અત્યારે 59 બિલ્ડિંગો સીલ છે જ્યારે એક્ટિવ કન્ટેઈન્મેન્ટ ઝોન (ઝુંપડપટ્ટી અને ચાલ)ની સંખ્યા છ છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 32,382 ટેસ્ટ કરાઈ હતી. 
મહારાષ્ટ્રમાં કોરોનાના 6857 દરદી મળ્યા
મહારાષ્ટ્રમાં આજે કોરોનાના 6857 દરદી મળ્યા હતા. જ્યારે 6105 દરદીઓ આજે સાજા થયા હતા. જયારે 286 દરદીઓનાં મૃત્યુ થયા હતા. મહારાષ્ટ્રમાં કોરોનાના એક્ટિવ દરદીઓની સંખ્યા 82,545 છે.
કોરોના થાણે શહેરમાં 46, નવી મુંબઈમાં 72, કલ્યાણ-ડોમ્બિવલીમાં 70, મીરા-ભાઇંદરમાં 39, પાલઘરમાં 58, વસઈ-વિરારમાં 60, રાયગઢમાં 273, પનવેલમાં 61 તેમ જ રાયગઢ જિલ્લામાં 273 દરદીઓમાં મળ્યા હતા.

Published on: Thu, 29 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer