સા રે ગા મા પાની નવી સીઝનમાં શંકર મહાદેવન, હિમેશ રેશમિયા, વિશાલ દદલાની

સા રે ગા મા પાની નવી સીઝનમાં શંકર મહાદેવન, હિમેશ રેશમિયા, વિશાલ દદલાની
છેલ્લાં પચીસ વર્ષમાં શ્રેયા ઘોષાલ, કુણાલ ગાંજાવાલા, કમાલ ખાન, અમાનત અલી, રાજા હસન જેવા ગાયકોને લોકપ્રિયતા અપાવનાર કાર્યક્રમ સા રે ગા મા પાની નવી સીઝન 16મી અૉક્ટોબરથી શરૂ થઈ રહી છે. દર શનિવાર અને રવિવાર રાતના ઝી ટીવી પરથી પ્રસારિત થનારા આ કાર્યક્રમ દેશના ઊભરતા ગાયકોને તક આપે છે. આ વખતે સા રે ગા મા પાના જજ તરીકે શંકર મહાદેવન, હિમેશ રેશમિયા અને વિશાલ દદલાની છે.  જયારે 2018 બાદ ફરી આદિત્ય નારાયમ જ આ શૉના સંચાલક તરીકે જોવા મળશે. અક્રિયાલિટી શૉમાં ભાગ લેતાં દરેક સ્પર્ધક પાસે પોતાની આગવી સ્ટાઈલ, તૈયારી અને મૅરિટ હોય છે. શંકર મહાદેવને જણાવ્યું હતું કે, છેલ્લે યરે મેં આ શૉને જજ કર્યો હતો ત્યારે હું સ્પર્ધકોના પરફોર્મન્સથી અવાક રહી ગયો હતો. આશા છે કે આ વખતે પણ આવી જ પ્રતિભાનો સાક્ષી બનીશ. વિશાલની સાથે આ મારી પ્રથમ સીઝન છે. તે સારો મિત્ર છે અને અમે સાથે રેકોર્ડિંગ કર્યું છે. તેની રમૂજવૃત્તિ કાબિલેદાદ છે. 
હિમેશે ઉમેર્યું હતું કે, હું આ રિયાલિટી શૉની કેટલીક સીઝનનો હિસ્સો બન્યો છું અને તેમાં આવતી પ્રતિભાઓ જોઈને ચકિત થઈ જાઉં છું. તેમની પાસે ગીતને રજૂ કરવાની આગવી સ્ટાઈલ હોય છે. 
સા રે ગા મા પામાં પાછા ફરવાનો આનંદ વ્યક્ત કરતાં વિશાલે જણાવ્યું હતું કે, હિમેશ અને શંકરની સાથે મારા સારા સંબંધો છે. અમે સાથે કામ કરીએ છીએ ત્યારે આનંદ બમણો થાય છે. 
Published on: Sat, 16 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer