પ્રતિજ્ઞા અને કૃષ્ણાની જોડી ફરી એકવાર જોવા મળશે

પ્રતિજ્ઞા અને કૃષ્ણાની જોડી ફરી એકવાર જોવા મળશે
સ્ટાર પ્લસ પર ફક્ત એક સાંજ માટે ટીવીની લોકપ્રિય જોડી પરદા પર પાછી જોવા મળશે. સિરિયલ મન કી આવાઝ પ્રતિજ્ઞાની  પ્રતિજ્ઞા અને કૃષ્ણાની જોડી 17 અૉક્ટોબરે રાતના નવ વાગ્યે ફરી નાના પરદે જોવા મળશે. આ બંને પાત્રો અનુક્રમે પૂજા ગોર અને અરહાન બહલે ભજવ્યા હતા. તેઓ પોતાની નવી વાર્તાથી દર્શકોનું મનોરંજન જ નહીં કરે પણ તેમને મંત્રમુગ્ધ પણ કરશે. 
મન કી આવાઝ પ્રતિજ્ઞાની પહેલી અને બીજી સીઝનમાં પ્રતિજ્ઞા અને કૃષ્ણાની કથા નાટયાત્મક હતી. સ્ટાર પ્લસ પર ફરી જોવા મળનારી તેમની કહાનીની ફિલ્મ - પ્રતિજ્ઞા કી અનકહી દાસ્તાનનું નિર્માણ રાજન શાહીએ કર્યું છે, આમાં અસ્મિતા શર્મા, સચલ ત્યાગી, અલિકા શેખ, પાર્વતી સહગલ, શાહબ ખાન અને વિનય રાજપૂત મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. 
પૂજાએ જણાવ્યું હતું કે, આ રવિવારે પ્રતિજ્ઞાની વણકહી દાસ્તાન વાર્તાના હાર્દને યથાવત્ રાખશે પણ નવી કહાનીની સાથે. અત્યારના પ્રાસંગિક હોય એવી આ નવી કથા છે. પ્રતિજ્ઞાનું પાત્ર મારા લોહીમાં વણાઈ ગયું છે. આ પાત્રએ મને લોકપ્રિય બનાવી હતી.  
Published on: Sat, 16 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer