ફરદીન ખાન - રિતેશ દેશમુખનો વિસ્ફોટ

ફરદીન ખાન - રિતેશ દેશમુખનો વિસ્ફોટ
દાયકા કરતાં પણ વધુ સમયથી રૂપેરી પરદેથી દૂર રહેલો ફરદીન ખાન અભિનેતા રિતેશ દેશમુખ સાથે ફિલ્મ વિસ્ફોટમાં જોવા મળશે. 2012માં વેનેઝુએલાની અૉસ્કારમાં મોકલવામાં આવેલી ફિલ્મ રૉક, પેપર, સીઝરની હિન્દી રિમેક વિસ્ફોટ છે. આમાં મુંબઈના શ્રીમંતો અને ડોગરીના ગુંડાઓ વચ્ચેના ઘર્ષણની કથા છે. આ ફિલ્મના નિર્માતા ભૂષણ કુમાર અને સંજય ગુપ્તા છે. 
ફરદીને પોતાના પુનરાગમન વિશે જણાવ્યું હતું કે, દરેક ફિલ્મનું પોતાનું ભાગ્ય અને સમય હોય છે. જયારે દુનિયા લૉકડાઉનમાં થંભી ગઈ હતી ત્યારે મને આ ફિલ્મ મળી હતી. ભૂષણે સૌથી પહેલાં મારો જ વિચાર કર્યો હતો અને તેણે હંમેશા મને સાથ આપ્યો છે. 
Published on: Sat, 16 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer