આઉટ ઓફ ફોર્મ ગેલનો રિચડર્સે ઉધડો લીધો

આઉટ ઓફ ફોર્મ ગેલનો રિચડર્સે ઉધડો લીધો
એન્ટિગા, તા.15: વેસ્ટ ઇન્ડિઝના મહાન ક્રિકેટર સર વિવિયન રિચડર્સે વિસ્ફોટક ઓપનિંગ બેટસમેન ક્રિસ ગેલથી નારાજ છે. ક્રિસ ગેલે તાજેતરમાં વિન્ડિઝના પૂર્વ ઝડપી બોલર કર્ટલી એમ્બ્રોસ પર ટીકાત્મક ટીપ્પણી કરી હતી. એમ્બ્રોસે એવું નિવેદન કર્યું હતું કે ટી-20 વર્લ્ડ કપની ટીમ માટે ક્રિસ ગેલ પહેલી પસંદ ન હતો. પાછલા 18 મહિનાનો રેકોર્ડ જોશો તો ખબર પડશે કે તેણે વેસ્ટ ઇન્ડિઝની ટીમ માટે નહીં, પણ અન્ય ફ્રેંચાઇઝીઓ માટે પણ સંઘર્ષ કર્યોં છે. તેણે ઘરેલુ શ્રેણીમાં પણ રન કર્યાં ન હતા. એ પછી ગેલે કહ્યં કે એમ્બ્રોસને જે બોલવું હોય તે બોલે હું તેનું સન્માન કરતો નથી. તેઓ ફકત પ્રેસ સામે આવી નકારાત્મક વાતો કરીને ન્યૂઝમાં રહેવા માંગે છે. જેના પર મહાન વિવિયન રિચડર્સે કહ્યું કે એમ્બ્રોસને આવું કહેવાનો હક્ક છે. તેમણે જેવી સિધ્ધિઓ હાંસલ કરી છે તેવી ગેલે કરી નથી. કોઇ પણ ખેલાડીએ તેમનું સન્માન કરવું જોઇએ. ગેલે શિસ્તમાં રહેવાની જરૂર છે.
Published on: Sat, 16 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer